Pages

Tuesday, December 18, 2012

અનુબંધ


સંબંધો બદલાયા અને નજરો બદલાઈ ગઈ
કોઈને હૃદયની વાત કહેતા
જિંદગી બદલાઈ ગઈ
જુઠી લાગણીઓ સાચી થઈ
અને સાચી લાગણીઓને
એની આદત થઈ ગઈ
મુક્ત હૃદય ઉડ્યું અને શબ્દો સર્જાયા
હૃદયની વાત શબ્દોથી કહેવાની
લાગણી થઈ ગઈ
કેવી અદ્ભૂત ઘટના છે કોઈની સાથેનો
અનુબંધ શાયર
એમણે અમી નજર શું કરી
એના માટે ગઝલ રચાઈ ગઈ.
-વિનય બી. પ્રજાપતિ

No comments:

Post a Comment