Pages

Tuesday, December 18, 2012

મૌતનું કારણ


એક વીજળી થઈ, એક મેઘગર્જના થઈ,
ને બે માનવ-આકૃતિ જાણે એક થઈ,
હૈયામાં તુફાન, ધસમસતા પૂર સમાન
ને દિલની ધડકન વઘું તેજ થઈ
અમોને રાત આખી રહી જવાના
અરમાન જ્યાં જાગ્યા
ને ત્યાં  અચાનક સહર થઈ
સ્વપ્નની રંગીન દુનિયા
હકીકત ભયાનક જોઈ વેરાન થઈ
નાદાન ક્રિષ્નાની મોતનું કારણ
પ્રિયતમાની લગ્ન કંકોત્રી થઈ.
-‘ક્રિષ્ના કિશન દશાના

No comments:

Post a Comment