Pages

Friday, December 14, 2012

વોટ તમે જો નહિ કરો તો..


વોટ તમે જો નહિ કરો તો કેવો અનર્થ થાશે,
હાથ-હાથી કમળ તોડશે બીજો સરદાર ઘેર જાશે
હાથ ટિંપશે ગળુ તમારું,હાથી કચડી જાશે,
સમ્રુદ્ધિ અને પ્રગતિના સૌ રસ્તા કોરી ખાશે..
હાથ છે એવો સત્તા લાલચિ ને હાથી એવો જડ છે,
એક વકરાવે ભ્રષ્ટાચારી,બીજો ગુન્ડાઓનો ગઢ છે
હાથ વધારે મોન્ઘવારિ પાછો કહેશે જય હો,
હાથી ના ઠગ-ભગતોથી તો રાસ્ટ્ર આખું ભય હો

હાથ-હાથી પરિવારવાદિ-અવસરવાદિ પક્ષ છે,સમ્રુધ્ધ અને રાસ્ટ્રવાદિ ગુજરાત  કમળનુ લક્ષ છે..
આપણુ ગુજરાત-સફળ ગુજરાત-ગરવિ ગુજરાત ગાશું,હાથ-હાથી-તીરને ગુજરાતની બહારનો રસ્તો બતાવશું..
મારા કહેવાથી જો ગુજરાત અંશતઃ પણ જાગે,તો હાથ માંગે ભીખ,હાથી ઉભી પુંછડીયે ભાગે..
વોટ તમે જો કર્યો તો..
વોટીંગ  ટાણે કર્યું તમે તો કેવો અનર્થ ટળ્યો,હાથ-હાથી તીરે વિંધાયા ને કમળ સમર્થ બન્યો..
બીજા સરદારે તો રંગ રાખ્યો ને જીતી લિધું રણ,ગુજરાત પર   રાજ કરે જે પામે ગુર્જરી મન..
વિનંતી કરે ગુર્જરભૂમિ હવે કોમવાદ નિષેધ કરીયે,જાતિ-ધર્મનાં ફસાદો કરતાં ખુદ નાહકનાં  મરીયે..
મહેક્યું કમળ સુવાસે ફરી હવે તો આપણ જો સહભાગી થઇયે,સ્વર્ણિમ ગુજરાતનાં સંકલ્પ કરી સુગંધે સોનું થઇ ભળીયે..
ગુજરાત ફરી  વખતે પણ સમૄદ્ધિગાથા ગાશે,ભગવાં-લીલાં રંગો ભેળવી ગુર્જરી કસુંબી રંગે ન્હાશે..
હવે કહેવું પડશે ભારત પણ ગુજરાત જેમ જો જાગ્યું,ભ્રષ્ટાચાર-આતંકવાદનું ભૂત તો સમજો પૂરપાટ નાઠ્યું..
-ચિન્મય જોષી.

No comments:

Post a Comment