Pages

Tuesday, December 18, 2012

દિલ ઝંખે છે



શિલ્પીની કંડારેલી કૃતિ સમી
તારી આકૃતિને,
અપલક નેત્રે નિરખવા
 દિલ ઝંખે છે.
તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા,
 દિલ ઝંખે છે.
તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક
બનાવવા,  દિલ ઝંખે છે.
સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં,
તારો સાથ  દિલ ઝંખે છે.
હૃદયની વાતોને શબ્દોમાં
બયાન કરવા,  દિલ ઝંખે છે.
દર્દ અને વ્યથા ભરેલી  દુનિયામાં,
તારી નજરના સ્પર્શ સુખને પામવા.
 દિલ ઝંખે છે.
પૂરા જીવનની તૃષા છીપાવવા,
તારા પ્રેમનું એક બુંદ પામવા,
 દિલ ઝંખે છે
-મિનાઝ વસાયા

No comments:

Post a Comment