Pages

Friday, December 14, 2012

એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?


અહિં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા  રસ્તામાં રહે છે.
છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને  બગીચામાં રહે છે.
જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.
ગયાં સંતાઈ મોતી  વિચારે,
કે પરપોટા  દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વ્રુક્ષ તડકામાં રહે છે.
ઉઘડતા આંખ દેખાતાં નથી ,
હવે સપનાં  સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે  તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ બેફામનું ઝંખો છો શા માટે?
 જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?
-બેફામ

No comments:

Post a Comment