Pages

Monday, December 17, 2012

મારી વેદના


હુ એક પંખો છુ
લોહ બ્લેડો ધારી
ગોળ-ગોળ ફરતો
ને સતત ઘુમતો
સતત જલતો ને
શિતળ હવા વેરતો
શીળી હવાના ઘેનમાં
સૌ સુઇ રહ્યા મોજમાં
પણ મારૂ પેટાળ
ધગધગતી આગમાં
ભભુકી રહ્યુ છે
કોઇ ઊંઘમાંથી ઊઠીને
પ્લિઝ….જરા….
સ્વિચ ઓફ કરશો.
- પરેશગિરિ ગોસ્વામી

No comments:

Post a Comment