Pages

Monday, December 17, 2012

અમાનત


 કબર તને હું એક ચીઝ સોંપતી જાઉં છું,
તું રાખજે સંભાળ એની એટલું કહેતી જાઉં છું
નરાખજે તું તરસ્યો એને, હું અશ્રુ દેતી જાઉં છું,
ટાઢ તડકો પજવે નહી તેથી,  કફન રાખતી જાઉં છું કબર તને હું
મારું સપનું લઇને સુતો છે , હું તેને આંખમાં ભરી જાઉ છું,
આમતો છું ખુદ્દાર, પણ હવે હું લાચાર બનતી જાઉં છું કબર તને હું
દીલ રહ્યું છે માત્ર પાસે, તને ધબકાર સોંપતી જાઉં છું,
કહેજે નહી તું કોઇને, હું તને હીર સોંપતી જાઉં છું કબર તને હું
જાગે કદી તો પુષ્પની  નીશાની મુકતી જાઉં છું,
તારા પાસે  કબર મારી અમાનત રાખતી જાઉં છું કબર તને હું
- “શબ્દ્શ્યામ

No comments:

Post a Comment