Pages

Friday, December 14, 2012

હું નયનનું નીર છું


હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું
ખેંચશો  હારી જશો
દ્રૌપદીનું ચીર છું
અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું
જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું
પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું
જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું
જાય છે આદમ? ભલે!
દુ: નથી-દિલગીર છું
- શેખાદમ આબુવાલા

No comments:

Post a Comment