Pages

Tuesday, December 18, 2012

દીકરો મારો


દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના  બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે  તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે  મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,
આમ તો છે  દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?
- Trushti Raval

No comments:

Post a Comment