Pages

Friday, December 14, 2012

ગઝલ


તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે  પછી સ્હેજ મલકવાનું હોય છે.
ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.
શેરીની ધૂળમાં  હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.
પડછાયાને કશું  નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.
તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.
દુષ્કાળમાં  બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.
કેદી છું રાહી’, મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.
 એસ. એસ. રાહી

No comments:

Post a Comment