Pages

Tuesday, December 18, 2012

નથી હોતી


સમાન ભાવે વિનાશ કરે છે,
જળ ને કોઇ રાશી નથી હોતી
વર્ષો સુધી અસર કરે છે,
દુવા કદી વાસી નથી હોતી
છુટ્ટા હાથે દાન કરે છે,
ફકીરને કદી ઐયાશી નથી હોતી
સદાય જે હસ્યા કરે છે,
તે આંખો નીરની પ્યાસી નથી હોતી
જેના આંગણે રોજ મરણ છે,
તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી
-”શબ્દ્શ્યામ

No comments:

Post a Comment