Pages

Friday, December 14, 2012

તને મોડેથી સમજાશે


જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં
ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં
આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો  શેરને
કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં
વાંઝણું આંગણ હશેને તો  ચાલી જશે
છાંયડો આપે નહીં  ઝાડને ઊગાડ મા
કોણ જાણે પાંગરીને  હવે કેવું થશે
લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં
 હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
જે તને ગમતી નથી  વાતને અપનાવ મા
બારમો છે ચંદ્રમાં મારે અને  થાકને
મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં
આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં
 પછી તો શબ્દનો મેળાવડો યોજાય છે
 ખરું સંકોચ જેવું હોય છે શરૂઆતમાં
પ્રેમ પણ ગઝલોની માફક થઈ ગયો મૃત્યુપરંત
આંખ મીંચેલો ગણીને તું કફન ઓઢાડ મા.
 જિગર જોષી પ્રેમ

No comments:

Post a Comment