Pages

Monday, December 17, 2012

એના એ જ છે


લોક જુદા, ભાર એના   છે,
શ્વાસ જુદા, સાર એના   છે.
રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના   છે.
સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના   છે.
ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વેવાર એના   છે.
આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના   છે.
 દર્શક આચાર્ય

No comments:

Post a Comment