હો જોજનો અંતર ભલે,
અંતર મહી અંતર નથી!
આપના હ્રદય સિવાય
આપણુ કોઈ ઘર નથી!
આપણુ કોઈ ઘર નથી!
દીવા કર્યા કંઈ આંગણે,
ને છે ઝરુખા ઝળહળા
ને છે ઝરુખા ઝળહળા
મકાન છો રોશન બધા પણ
મન આ તરબતર નથી..
મન આ તરબતર નથી..
તહેવાર હો રંગો તણો
કે પર્વ નૂતન વર્ષનુ,
કે પર્વ નૂતન વર્ષનુ,
તારા વિના ઓ દોસ્ત એ
કોઈ રીતે સધ્ધર નથી….
કોઈ રીતે સધ્ધર નથી….
No comments:
Post a Comment