Pages

Friday, December 14, 2012

અંધારું અને પ્રેમ


હું અંધારાના પ્રેમમાં છું,
 વાતની જ્યારે મને
જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું.
કહેવો હોય તો એને
પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય.
મારી બાએ
રૂની વાટથી પાડેલી મેશનું
મને પ્રથમ આંજણ કર્યું ત્યારે
એની શરૂઆત થઈ.
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
મારો અંધારા સાથેનો પ્રેમ
આગળ વધ્યો.
બચપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી દીધી
અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
 હું આજે પણ નક્કી કરી શકતો નથી.
અને   નક્કી કરી શકતો નથી
કે  હાથ અંધારાના હતા
કે
પ્રેમના….
 રમેશ આચાર્ય

No comments:

Post a Comment