Pages

Monday, December 17, 2012

ગઝલ


બંદગી જેને વહાલી હોય છે,
એમને ઘર પાયમાલી હોય છે.
દાનમાં  દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે.
આંસુ કેવળ એજ ટપકે આંખથી,
યાદની જેને બહાલી હોય છે.
દૂર હો એનેય જકડે બાહુમાં,
જીવ પણ કેવો ખયાલી હોય છે.
ત્યાં મિલનને ને અહીં નોખાઈને,
સાથસાથે રાતપાલી હોય છે !
પૂછ મા શતરંજ જેવા શખ્સનું,
ચાલ બસ ઊંધી  ચાલી હોય છે !
મૃત્યુનો સંદેશ જે લાવે કદી,
જિંદગી સહુની ટપાલી હોય છે !
 હરેશ 

No comments:

Post a Comment