Pages

Monday, December 17, 2012

સત્સંગ કર


 રીતે તુ જાતને ના તંગ કર
લે ઉભો થા ઊઠ ને સત્સંગ કર
ક્યારની  મેનકાઓ નાચ્યા કરે
આંખ ખોલી જો, તપસ્યા ભંગ કર
વૈતરા કરતા કદી વૈભવ મળે?
કર હવે કૌભાંડ અને સહુને દંગ કર
રાસ-લિલા ના કરે તો કઇ નહિ
પણ મનોવૃતિને ના બજરંગ કર
ભિતરે ચાલે મહાભારત સતત
લે ગિતાનો પાઠ કર ને જંગ કર
 જગત તો મિણ છે પિગળી જશે
હે ગિરિ તુ શબ્દોથી ના વ્યંગ કર..
- પરેશગિરિ ગોસ્વામી

No comments:

Post a Comment