Pages

Tuesday, December 18, 2012

પી એચ ડી થયા તો સારું


પી એચ ડી થયા તો સારું
પણ હરેક વિષયમાં વિવાદ કરતા નહિ
સંસ્કૃત વ્યાકરણ જાણો છો તો સારું
પણ સૌ શાસ્ત્ર સમજાઈ જશે તેવું નથી
ધર્મ ગુરુ રાખો તો સારું
પણ તેને શરણે રહેવાનું ચુકતા નહિ
કાવ્ય રચના કરી કરી જાણો તે સારું
પણ ધડા વગરના કાવ્ય કરતા નહિ
શાળાનું મકાન કરો તો સારું
પણ શિક્ષણ ત્યાં સારૂ મળે તે કરવું સહેલું નથી
મંદિર ઉભું કરો તો સારું
પણ ત્યાં ધર્મજ્ઞાન મળે તેમ કરવું સહેલું નથી
મંદિરે દર્શન કરવા જાવ તો સારું
પણ ત્યાં સાફ સુફ સેવા કરવાનું ચુકતા નહિ
સકામ કર્મ તો સૌ કરે છે
પણ સૌ કર્મ સફળ થતા નથી
નિષ્કામ કર્મ કરી જુવો
તો કોઈ કર્મ બંધન થતા નથી
સહેલા કામ તો સૌ કરી શકે
અઘરા કામ તમે નહિ કરો તો કોઈ કરવાના નથી
- સુરેશ વ્યાસ


No comments:

Post a Comment