Pages

Saturday, December 15, 2012

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહિં મળે,


હમણાં મળ્યો વિચાર,  આગળ નહિં મળે,
લખવાનું જેમાં ધાર,  કાગળ નહિં મળે.
આવી જશે સમજ, જો પહોંચવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહિં મળે.
આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે,  વાદળ નહિં મળે.
ઉગતા સૂરજને જોઈને, નિરાશ થઈ કહ્યું,
હમણાં સુધી હતું,  ઝાકળ નહિં મળે.
જો શક્ય હો તો એને તુ સામે જઈને મળ,
 સત્ય, આઈનાની પાછળ નહિં મળે.

No comments:

Post a Comment