Pages

Friday, December 14, 2012

હવાથી પણ છૂટીએ


કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ;
અમસ્તું એટલું છે, એટલાથી પણ છૂટીએ !
નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ;
રહીએ ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ !
ફરીએ પંખી જેવું ડાળ ડાળે, પાંદ પાંદે;
અખિલમાં એવું ભળીએ કે બધાથી પણ છૂટીએ !
રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !
કહેવું હો સહજ ને હો સહજ રહેવુંય સુધીર’,
કરમ છે છૂટવું તો  જફાથી પણ છૂટીએ !
 સુધીર પટેલ

No comments:

Post a Comment