Pages

Monday, December 17, 2012

કવીતા ચિત્રણ


મેઘ વરસે અનરાધાર,
કવીતા લખાય અનાયાસ
થોડી ઇચ્છા અને પ્રયાસ,
શબ્દો નો રેલાય ઉજાસ
જેટ્લું નિર્મળ ચીત્તાકાશ,
તેટલી તેમા વધુ મીઠાશ
તેમાં કુંવારિકાશી નમણાશ,
ચંદનની તેમા સુવાસ
ક્યારેક મેલો-ઘેલો ભાસ,
ક્યારેક જાણેકે કૈલાશ
હૈયા ને કરાવતી હાશ,
ઘડીક્મા ભડકાવતી પ્યાસ
-”શબ્દ્શ્યામ

No comments:

Post a Comment