Pages

Tuesday, December 18, 2012

અલકમલક


કહેવાનું તો ઘણું હતું,
પણ કહી ના શક્યા કંઇ .
મનના અરમાન મનમાં  રહ્યાં,
કરી  શક્યાં કંઇ .
જોયું, જાણ્યું ને પીછાણ્યું,
 વાતને હવે જવા દો,
કોઇ અલકમલકની વાતો.
આપણામાં મહેકવા દો,
દુનિયાની વાતો દુનિયામાં રહે
  વધુ સારું છે,
આપણી વચ્ચે સારું છે,
આપણી વચ્ચે પ્રીત રહે,
એથી વિશેષ શું મારું છે?
રાત-દિવસ તમારી રહી,
સાંજ અમારી રહેવા દો,
બસ! રજા લઉં છું અહીં,
યાદ અમારી રહેવા દો,
-વિભા લેલે

No comments:

Post a Comment