Pages

Thursday, December 13, 2012

એક જ અર્થ છે દોસ્ત


રામ અને રહીમ નો એક  અર્થ છે દોસ્ત,
પૂજા અને ઈબાદત માં ક્યાં કોઈ ફર્ક છે દોસ્ત.
આરતીનો મધુર ગુંજારવ ને સુરીલી કોઈ આઝાન,
અમારે માટે તો એજ છે કે ઈશ્વર ને ખુદા એક સમાન.
એવો કયો ધર્મ છે  રાખે માણસ ને માણસ થી દૂર,
ને કરે છે તેને બીજાનું લોહી વહાવવા મજબૂર.
ભાઈચારો સહિષ્ણુતા વિશ્વાસ,રાખો બીજાને સન્માનમાં,
 ઉપદેશ છે જઈ જુઓ બાઈબલ,ગીતા,કુરાનમાં.
મંદિર મસ્જીદ ઝઘડા નો હવે શો મતલબ છે,
શાંતી થી જીવવું જીવન  સૌ ની તલબ છે.
હોશના ગુમાવીએ કડી આવી વાત માં,
સાથ આપી એકબીજા ને જીવીએ સ્વર્ગીય એહસાસમાં.
-શ્રેયસ ત્રિવેદી હોશ

No comments:

Post a Comment