Pages

Saturday, December 8, 2012

રહસ્યો મળે

ખોદો રણ ને
દરિયો નીકળે-
મૃગજળના તહી
રહસ્યો મળે..
ઝરણાં સાથે
પહાડો પીગળે
મૌન હોઠ પર
શબ્દ ખળભળે
ઝાંકળ ક્યાંથી
દરદ પુષ્પના કળે
આંખ મીંચો ને
સ્વપ્નો સળવળે
કાળના અજગર
નવે ગ્રહને ગળે
સપાટીએ શોધું
તુ બેઠો તળે!
-ગુરુદત્ત ઠક્કર.

No comments:

Post a Comment