Pages

Saturday, December 8, 2012

પસંદ



ઋતુ વસંત પસંદ,
માત્ર તારી યાદ પસંદ.
બાગ પસંદ, ફૂલો પસંદ,
પ્રિય તારું ઘર, ને બારી પસંદ.
દિવસ પસંદ, રાત પસંદ,
તારી હાજરીની, સાંજ પસંદ.
ગીત પસંદ, સંગીત પસંદ,
તારાં નયનોનો લય પસંદ.
પક્ષી પસંદ, કલરવ પસંદ,
તારી લચકાતી કમરનો રવ પસંદ.
-દિનેશ નાગર

No comments:

Post a Comment