Pages

Wednesday, December 12, 2012

અમને નાખો જિંદગીની આગમાં


અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.
મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને  પાછા વાળ  સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.
- શેખાદમ આબુવાલા

No comments:

Post a Comment