Pages

Saturday, December 8, 2012

શૈશવની પ્રીત


ભણતરમાં ક્યાંય મારું ખોવાયું બાળપણ;

………………. ને ઓચિંતું આવી ચડ્યું ગીત.
ક્યાંથી શોધું હું ? મને સાંભર્યાં કરે;
……………….
મારા ભૂલકણાં શૈશવની પ્રીત.
આંખોમાં આજ્યુંતું મેઘધનુષ એવું;
કે વહ્યાં આંસુ બનીને બધાં રંગો.
સાંકડા પ્રવાહમાં પાંદડું તણાય એમ;
પળમાં તણાય મારા અંગો.
ક્ષણે-ક્ષણે સામે આવી ઘૂરક્યાં કરે;
……………….
પેલું આથમી ગયેલું અતીત.
ક્યાંથી શોધું હું ? મને સાંભર્યાં કરે;
……………….
મારા ભૂલકણાં શૈશવની પ્રીત.
રમવાને કાજ હું ભટક્યા કરું છું;
મળે કોઈ નહીં ગાંઠ ત્યારે વીફરું.
મેલના થર હવે જામી ગયા છે.
કોઈ લાવી દ્યોબાનું મને ઠીકરું.
દાનોકહી કોઈ પોકારતું નથી;
……………….
ને મને ઉછીનું નામ મળ્યુંજિત
ક્યાંથી શોધું હું ? મને સાંભળ્યાં કરે;
……………….
મારા ભૂલકણાં શૈશવની પ્રીત.
જિતુ એલ. ચુડાસમાજિત

No comments:

Post a Comment