Pages

Thursday, December 13, 2012

વરસાદમાં


રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં
શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર
વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં
કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે
સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં
નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં
કહ્યું દાક્તરેરશ્મિ”, હવે ચિંતાનું નથી કોઈ કારણ,
ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં
ડૉ. રશ્મિકાંત શાહ

No comments:

Post a Comment