Pages

Wednesday, December 12, 2012

મૌસમ છે


આબાદ થવાની મૌસમ છે, બરબાદ થવાની મૌસમ છે,
રહેતીય નથી કાયમ માટે, કારણ કે જવાની મૌસમ છે.
લાગે કે કશાની મૌસમ છે, જાણો તો નશાની મૌસમ છે,
માણો એને પૂરેપૂરી, સમઝાશે કે શાની મૌસમ છે.
ટૂંકી જો રજાની મૌસમ છે, લાંબી  સઝાની મૌસમ છે,
લાંબી-ટૂંકી લાગે તમને, જે છે  મઝાની મૌસમ છે.
પળ-પળ મરવાની મૌસમ છે, ફરી અવતરવાની મૌસમ છે,
 માનવ, જીવન તો નવલું સર્જન કરવાની મૌસમ છે.
-મનીશ મીસ્ત્રી (સર્જન)


No comments:

Post a Comment