Pages

Saturday, December 8, 2012

કશુંક


પાંખાળું પૂર એક જોયું,

………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.
સમણાંને ઢોલિયાંમાં ખોયું
……….
હો રાજ ! મેં તો સમણાંને ઢોલિયામાં ખોયું.
અલબેલો રંગ કોઈ આવી મળીને
……….
મારા રુદિયામાં પીછાં ઉમેરે,
અલ્લડ ઓરતાને આઘા ઠેલું
……….
ને તોય આવીઆવીને ઠેરે
આજ હૈયું હરખનું રે ઘોયું !
……….
હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.
વીણી-ચૂણીને માંડ ભેળા કર્યા છે
……….
મેં તો મારા તે કેટલાય હિસ્સા,
કૂંપળને કાનમાં જઈને કેવા છે
……….
મારે મારા વરસાદી કિસ્સા
માંહ્ય મ્હોર્યું છે કોઈ વ્હાલસોયું
……….
હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.
વાંસતી સપનાંને અપલક
……….
ઉજાગરાની વાતો તે કેટલીક કરવી ?
સમદરની સેલ્લારા કરતી
……….
લેર્યુંને શબ્દોમાં કેટલીક ભરવી ?
તો હૈયાંને વાણીમાં પ્રોયું
……….
હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.
ગઢવી સુરેશવરસાદ

No comments:

Post a Comment