Pages

Thursday, December 13, 2012

ગુજરાત ચાલીસા



દોહા
વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર;
 ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર;
હૃદય જે હિન્દુસ્તાનનું, સપનાં જ્યાં સાકાર,
રાષ્ટ્રભક્તિનું ગાન કહું, કહું મતિ અનુસાર.
ચોપાઈ
કથા સાંભળો જય ગુજરાતની;
………………..
 નવી સદીના સુપ્રભાતની.  1 
જે ગુજરાતની નાર છે નમણી;
………………..
ધન્ય ધરા ગુજરાતની અમણી.  2 
પરાક્રમી પુરુષો જ્યાં પાક્યા;
………………..
 લડી લડી શત્રુ જ્યાં થાક્યા.  3 
અહીં કોઈ ના હિંમત હારે;
………………..
 અહીં ડૂબેલાને સૌ તારે.  4 
ગાંધીનું ગુજરાત ધન્ય હો;
………………..
 ઊગ્યું નવું પ્રભાત ધન્ય હો.  5 
પટેલ જ્યાં સરદાર ધન્ય હો;
………………..
 હિન્દના પહેરેદાર ધન્ય હો.  6 
ધન્ય સપૂતા  શ્યામજી વર્મા;
………………..
 દેશદાઝ ગુંજે ઘરઘરમાં.  7 
રવિશંકર ને છેલ ધન્ય હો;
………………..
 જીવન-મરણનો ખેલ ધન્ય હો.  8 
જીવન જીવે સત આધારે;
………………..
 કદી  યાચે અહીં વધારે  9 
પાપ પુણ્યનું પ્રથમ વિચારે;
………………..
 વાણી મધમીઠી  ઉચ્ચારે.  10 
શુદ્ધ સ્નેહનાં ઝરણાં વહેતાં;
………………..
 ડાયરા ગૂંજી ગૂંજી કહેતા.  11 
વ્યાપક વિશ્વ સ્તરે ગુજરાતી;
………………..
 પરદુ: કાજ મરે ગુજરાતી  12 
શાંત અને પ્રેમાળ સ્વભાવે;
………………..
 હસમુખા હેતાળ સ્વભાવે  13 
જાન જોખમે વચન નિભાવે;
………………..
 ગુજરાતી જગ આખું ધ્રુજાવે  14 
સાંભળે સૌને સાગરપેટો;
………………..
 મા ભારતનો નીડર જે બેટો.  15 
કલા કસબ ને સંતની ભૂમિ;
………………..
 ગુર્જર સત્યના પંથની ભૂમિ  16 
પાવાગઢ મહાકાળી ખમ્મા;
………………..
 ગબ્બર ગઢ અંબાજી ખમ્મા.  17 
ચોટીલે ચામુંડા ખમ્મા;
………………..
 આરાસુરે અંબા ખમ્મા.  18 
પ્રેમાનંદ ને દયાનંદ જ્યાં;
………………..
 નરસૈયો ને બ્રહ્માનંદ જ્યાં.  19 
સંતરામ નડિયાદે પરગટ;
………………..
 બજરંગ બાપા સંત છે સમરથ  20 
ડાડો મેકો કરે જ્યાં સેવા;
………………..
 કચ્છનાં જેસલ તોરલ કેવાં.  21 
ડોંગરેજી ને સંત મોરારી;
………………..
 રમેશ ઓઝા ભગવત ભારી.  22 
વંદન  ધરતીના સંતો;
………………..
 વંદન ભગવા ભેખ મહંતો.  23 
જ્ઞાન અને વિજ્ઞાનની ધરતી;
………………..
 ગુર્જર સ્વાભિમાનની ધરતી.  24 
શામ પિત્રોડાનું સંશોધન;
………………..
 દૂરભાષથી રણકે જીવન.  25 
વિક્રમભાઈ અજબ વિજ્ઞાની;
………………..
 હિન્દનું ગૌરવ ધીરુ અંબાણી.  26 
સફળ નાનજી કાળીદાસ જ્યાં,
………………..
 કચ્છના ખીમજી રામદાસ જ્યાં.  27 
મેઘાણીની માટી બોલે;
………………..
 કાન્ત કલાપી ભેદો ખોલે.  28 
સિદ્ધરાજ ને હેમચંદ્ર જ્યાં;
………………..
 જગડુશા ને દીપચંદ જ્યાં.  29 
નર્મદ તારી કલમ કટારી;
………………..
 કાગ કવિતા અલખ અટારી.  30 
ઉધાસ પંકજ ગઝલ સુણાવે;
………………..
 ભજન નારાયણ સ્વામી સુણાવે.  31 
પરવીન, પરેશ, સંજીવ, આશા;
………………..
 હિન્દી ફિલ્મને જાણે શ્વાસા.  32 
સૌથી મોટો દરિયો ગાજે;
………………..
 લોક સદા મહેમાન નવાજે.  33 
સૌથી ઝાઝું મીઠું પાકે;
………………..
 હીરામાં છે સૌથી આગે.  34 
એકતાલી છે અહીંયાં બંદર;
………………..
 ઈસબગુલમાં અવ્વલ નંબર  35 
મગફળીયોમાં એરંડામાં;
………………..
 કોઈ  પહોંચે તેલીબીયાંમાં  36 
અવધૂત  ગીરનારને વંદન;
………………..
 દત્ત અને દાતારને વંદન.  37 
જૈ જૈ જૈ ગુજરાતને વંદન;
………………..
 રજકણની તાકાતને વંદન.  38 
ચાલીસા ગુજરાત જે વાંચે;
………………..
 ધરતી બરકત આપે સાચે.  39 
સાંઈરામ બસ એટલું માંગે;
………………..
 રાષ્ટ્રપ્રેમની જ્યોતિ જાગે.  40 
દોહા
પ્રેમ અમન શાંતિ સદા, નિત નિત શુભ સંદેશ;
વસુંધરા ગુજરાતને વંદન હરહંમેશ.
 સાંઈરામ દવે

No comments:

Post a Comment