Pages

Tuesday, December 11, 2012

આપો તો સારું


દર્દ આપવા કરતાં તેમાં ભાગીદાર બની,
મારા કાર્યમાં જોમ વધારી આપો તો સારું.
અંધકારરૂપી મારા  સૂનકાર જીવનમાં
દીપની વાટ બની પ્રકાશ આપો તો સારું.
આંખમાં અંધાપો વળી ગયો છે મ્હારે,
મ્હારી આંખની રોશની લાવી આપો તો સારું.
ગ્રીષ્મ ઋતુમાં શ્વાસ ઉષ્ણ બન્યા છે મ્હારા,
જરાક શીતલ હવા લાવી આપો તો સારું.
હવે દર્દ વધી દુઃખમાં ફેલાય છે મ્હારું,
મને જીવન જીવવા ધીરજ આપો તો સારું.
સેનમા ધીરૂ એચ. ‘‘ઉદાસ’’

No comments:

Post a Comment