Pages

Wednesday, December 12, 2012

ગઝલો વાંચજો


દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન  હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
લાગે પોતીકો  ખાતર શે  અડધો મૂક્યો
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે  ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
-વિવેક મનહર ટેલર

No comments:

Post a Comment