Pages

Wednesday, December 12, 2012

ઉમળકો


સવારનો કૂણો તડકો
મને કહે 
બપોરે આવજે
તને ઉમળકો આપીશ
ખરા બપોરનો તડકો
મને કહે 
સાંજે આવજે
તને ઉમળકો આપીશ
ઢળતી સાંજનો તડકો
મને કહે 
રાત્રે આવજે
તને ઉમળકો આપીશ
રાત્રે તો તડકો ક્યાંથી હોય….?
બસ, અંધારું રે અંધારું…..!
અંધારું મને કહે 
તારા વર્ષો જૂના મિત્રને ફોન કર
તને જરૂર ઉમળકો મળશે.
મેં એમ કર્યું 
તેની પત્નીએ ફોન ઉપાડ્યો
મને કહે 
 તો સુતા છે.’
મારી મા મરી ગઈ છે
નહીં તો હું પણ
તેના ખોળામાં માથું મૂકી
ધ્રૂસકે ધ્રૂસકે
રડતો રડતો
સૂઈ જાત……!
 આર. એસ. દૂધરેજિયા

No comments:

Post a Comment