Pages

Tuesday, December 11, 2012

સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે,

સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે,

ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.
અંધારમાં દીશાઓ ફંફોસતી હવાને,
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.
જંગલની કેડીઓને  શી રમત સુઝી છે ?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.
વેળા વહી જશે તો શું થશે સમયનું ?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.
-ઈન્દુકુમાર જોષી
ચુકી ગયેલ જીંદગી જીવ્યા કરી અમે,
ને શ્વાસની પહેલી  ડાળખી સીવ્યા કરી અમે.
ખાલી પડેલ બાંકડાની વેદના લઈ,
પાંપણની પાંખ રોજ  વિંઝ્યા કરી અમે.
ભુક્કો બનીને તારલા આંખોમાં કેદ છે,
આખી વિરહની રાતને પીસ્યા કરી અમે.
સપનાની સાવ કોરી મળી વાવ આંગણે,
કુવેથી ખાલી ડોલને સિંચ્યા કરી અમે.
ઉભા ઉનાળુ તાપના સુના મિજાગરા,
હાંફી રહ્યા છે શ્વાસને કિચુડ્યા કરી અમે.
આતો નગરનો કેફ છે, માણસનો વાંક શું?
એકાંત ગ્લાસમાં ભરી ઢીંચ્યા કરી અમે.
-નરેશ સોલંકી

No comments:

Post a Comment