Pages

Tuesday, December 11, 2012

જિંદગીની સફર


જિંદગીની સફરમાં હું નિત્ય ફરું છું,
વ્યથાનો ભાર લઇ નગરની શેરીઓમાં ફરું છું.
કોણ સાંભળશે  દુઃખભરી ફરિયાદ મારી,
આજ તો દિલ પર બોજ લઇ ફરું છું.
હતી પ્રતિક્ષા પ્રેમમાં તને પામવાની,
એજ પ્રેમની આગમાં દિલને બાળીને ફરું છું.
સૂકાં રણ જેમ બનતી મારી  પ્યાસ,
આજ તો ઝાંઝવાના નીર પીને ફરું છું.
બળું છું મિણબત્તીની જેમ  જિંદગીમાં,
બની પતંગો શમા પર બળ્યા કરું છું.
મને વસવસો રહી ગયો તને પામવાનો,
હવે તો દિલમાં જખમોને લઇને ફરું છું.
કોને જઇ સમજાવું,  દર્દ મારી પ્રિતના,
હવે હું  ફકીર થઇ ભમતો ફરું છું.
શોઘું છું તને આમ-તેમ, બાગોને ઉપવનમાં,
બની સ્નેહલ સ્મશાનની રાખ, આમ-તેમ ઉડ્યા કરું છું.
 સ્નેહલ

No comments:

Post a Comment