દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!

યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….

સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ

ઇશ્ક ની બજારમાં મુજ દિલ ‘અનમોલ’ મોલે વેંચાઇ ગયુ,
ને… એ ..જ… દિલ તુજ મગરુર દિલ પાછળ ઘસડાઇ ગયુ

દિલ દેવુ નહોતુ છતા કોને ખબર કાં દેવાઇ ગયુ…
શું કહીયે તમને દોસ્તો ‘હસમુખ’ થઇને અમારાથી જ આજ રોવાઇ ગયુ…!!

—હસમુખ ધરોડ ‘અંકુર્’
No comments:
Post a Comment