Pages

Wednesday, December 12, 2012

ફિલિપ કલાર્ક


આવતા અણસાર જેવું રાખજે
વાગતા ભણકાર જેવું રાખજે
 ઉદાસી કાપશે તારી પ્રિયે
તું સ્મરણને ધાર જેવું રાખજે
સાવ અમથા આમ લીટા ના દોર
કૈંક તો આકાર જેવું રાખજે
ત્યાગ તો તું શસ્ત્ર તારાં ત્યાગજે
જીત કરતાં હાર જેવું રાખજે
પાણીમાં તું એમ ના બેસી જતો
આમ તો ઉપચાર જેવું રાખજે
યાદ કરશે  રીતે આખું નગર
ચાલતી ચકચાર જેવું રાખજે
- ફિલિપ કલાર્ક

No comments:

Post a Comment