Pages

Saturday, December 8, 2012

ગઝલ



રાખવી છે જાત તારી ખાનગી,
તો મિલનની આપ ના પરવાનગી.
છે ઘણી ફુરસદ, તમે છો વાત પણ,
રંગ આજે લાવશે દીવાનગી.
રૂપ ને આકાર હું જોતો રહ્યો,
ને સુમન વ્હેંચી રહ્યુંતું તાજગી.
જે ગણો તેએની દોલત આટલી-
શીલ, સચ્ચાઈ, સહજતા, સાદગી.
લે ! હું તારા દ્વાર પર આવી ગયો,
કોણ વ્હોરે ઈશની નારાજગી
કોઈ યત્નો બાદ પામે લક્ષ્યને,
એમ હું આવી ગયો તારા લગી.
ગણપત પટેલસૌમ્ય

No comments:

Post a Comment