Pages

Friday, December 14, 2012

તો ખરા


માણસોને ઓળખી લો તો ખરા,
નાડ તેની પારખી લો તો ખરા.
નેહ કેવો છે ભલા  આદમી,
હાટ માંડીને લખી લો તો ખરા.
પ્રસંગો ભીના તે પાછા વળાવી,
આજ તેને  હરખી લો તો ખરા.
જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ?
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.
રામ બોલો’, ‘રામ બોલો આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.
 ગોવિંદ દરજી 

No comments:

Post a Comment