Pages

Tuesday, December 11, 2012

મંઝિલ મળી ગઇ


સામા મળ્યા તો એમની નજરો ઢળી ગઇ,
રસ્તા મહીં  આજ તો મંઝિલ મળી ગઇ.
વખત ના વેણમાં યાદ અટકી ગઇ,
તમારા નયનમાં બાંધી ગઝલ છતાં છટકી ગઇ.
સાચે  ઝાકળ ‘‘બિન્દુ’’
જેમ હતી મારી જિંદગી,
ને, દુઃખ નો જરાક તાપ પડ્યો ને ઓગળી ગઇ.
મારા આંસુ પણ આજે ખુશનસીબ છે,
જેને તમારી આંખોમાં જગ્યા મળી ગઇ.
કહેતી ફરે છે બાગમાં ફૂલને,
તમારી આજ મનની વાત હવા સાંભળી ગઇ.
‘‘
રાધે’’ ઘરેથી નિકળ્યો,
પ્રેમનાં ‘‘બિન્દુ’’ને શોધવા,
ને પ્રેમ પંથ પર પહોંચાડે એવી
મંઝિલ મળી ગઇ.
-પ્રણામી અનિલ 

No comments:

Post a Comment