Pages

Saturday, December 8, 2012

તું પવન છે



તું પવન છે

તું વન છે
આવ મારા રોમ પર્ણે
રેશમી ઝાકળનું વન છે
સ્વપ્ન હાથોહાથ તે આપ્યું હતું
એક દંડિયા મહેલનું કેદી ગગન છે
સાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે -
તું પવન છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે
ઊંઘરેટાઝંખના ઘેલાં પ્રલાપો આંખમાં ઝુર્યા કરે છે
કોઈ પરદેશી નિશાચર સ્વપ્ન થઈને આવશે એવું વચન છે.
જયેન્દ્ર શેખડીવાલા

No comments:

Post a Comment