Pages

Monday, December 10, 2012

શું વળે?


વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?
આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?
આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?
- શિવજી રૂખડા

No comments:

Post a Comment