એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે
પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે
દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને
વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને
પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે
દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને
વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને
હસી બોલ્યા ભગવાન અચરજથી,
અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું
શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું?
શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું?
ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી
દૂરદૂર રહી સાચી વાતો કેમ કરી સમજાવું?
સાચેજ તારા આ જગમાં માનવને હું ખોળું
સાચેજ તારા આ જગમાં માનવને હું ખોળું
વદે વિધાતા, પશુ પંખી માનવ સૌને સરજ્યા નોંખા નોંખા
શાની પીએચડી કરવા નીકળ્યો, મારા બહાદૂર બચ્ચા?
શાની પીએચડી કરવા નીકળ્યો, મારા બહાદૂર બચ્ચા?
વાત વિચારો હરિ મારા, સાંભળી મારી વાતું
પાડોશીને પ્રેમ કરે એવો માણસ આજે ખોળું
બતાવો એવો માનવ જેને માનું સાચો સાચો સંત
ધરમીને ઘેર ધાડ ન પાડે, તોડે જગના જૂઠા તંત
કરુણાથી છલકે અંતરને, દિલમાં હરપળ લાગે દાહ
દ્રવી ઊઠે હૈયું એનું, દુખડાં ભાળી કોઈની પાસ

ભગવાન ચમક્યા, વિચારે અંતરે,જરુર કંઈક થઈ ગછે ભૂલ
છપ્પન ભોગ આરોગી, શું મને લાગી ગઈ કંઈ ઝૂંક?
છપ્પન ભોગ આરોગી, શું મને લાગી ગઈ કંઈ ઝૂંક?
એતો હું શું જાણું જગદીશ,વેરના વાવેતર દેખું ચોપાસ
લડે માનવ માનવથી આજે,સાગર ધરતી આકાશ
સુખી થવા તમે દિધું ,માનવને ઉત્તમ બુધ્ધી બળ
છળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યા વિષ વમળ
ભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો
પરીવારમાં પીરસે નફરતને,માનવથી માનવ છેટો
લડે માનવ માનવથી આજે,સાગર ધરતી આકાશ
સુખી થવા તમે દિધું ,માનવને ઉત્તમ બુધ્ધી બળ
છળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યા વિષ વમળ
ભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો
પરીવારમાં પીરસે નફરતને,માનવથી માનવ છેટો
દ્વિધા ધરી બોલ્યા ભગવંત, કાલે જવાબ તને હું આપું
બોલી એવું ઉતાવળે અંતર્ધ્યાન થઈ ગયા પ્રભુ
બોલી એવું ઉતાવળે અંતર્ધ્યાન થઈ ગયા પ્રભુ
હું અંધારે ભટકી ભટકી જોઉં રોજ પ્રભુની વાટું
મારી રીતે હજુએ આજે હું માનવને ખોળું
આવો સાથે મળી શોધીએ,પ્રભુના એ માનવ રંગીલા
હવે ના કરશો તમે ઘડવૈયાને, વધુ વધુ છોભીલા.
મારી રીતે હજુએ આજે હું માનવને ખોળું
આવો સાથે મળી શોધીએ,પ્રભુના એ માનવ રંગીલા
હવે ના કરશો તમે ઘડવૈયાને, વધુ વધુ છોભીલા.
- રમેશ પટેલ
No comments:
Post a Comment