Pages

Tuesday, December 11, 2012

હું વિનષ્ટ નથી


રડો શાને મારાં સ્વજન, અવ મારા મરણ પે ?
હતો જે રૂપે તે અવ નથી હું, તેથી  ? પણ ના
હયાતી-હસ્તીનું કદી પણ નહોવું, મરણ ના
કહો એને; આવું રડવું  ઘટે વિસ્તરણ પે;
તમારું વ્હાલું  પૂતળું હતું પાંચેભૂતગ્રથ્યું,
થયું એકાકારે પ્રગટ મૂરતે ને સૂરતમાં,
ફરી તે વ્હેંચાઈ, વિખરઈ જશે પાંચ ભૂતમાં,
નથી મેં ચાહ્યું  વિખરઈ જવું એમ અમથું;
અહો, મેં ચાહ્યાં છે સકલ ભૂત એવી પ્રીત વડે,
દરેકે ભૂતે તે વધુ કંઈ ઉમેરાયું  હશે
મહારું યે, હુંયે હઈશ પ્રસર્યો સૌ ભૂત વિશે,
મને શોધી લેજો, જડી જઈશ ક્યાં ભીતરી પડે;
ફરી જો સૌ ભૂતો હચમચવી ભેળાવી મૂકશે,
ગૂંથ્યો તો દેખાશે જરૂર મુજ કૈં રૂપ-નકશો.
 ઉશનસ્              

No comments:

Post a Comment