Pages

Monday, December 10, 2012

મેળો


મેળો એટલે ભારતની સંસ્કુતિનું ઉત્તમ નઝરાણું.
જીવનનો ઉલ્લાસ પ્રકૃતિ સંગ ઝૂમી ઉઠે.
નદી મંદિર ડુંગર તળેટી ,આવોને હાળી નીકળીએમેળે

—————–
સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ
આવોને મેળે મહાલીએ સહિયરો, મલકે છે આભલે ચાંદ
આભની અટારીએ દોડે રે વાદળી, સંદેશા સાંભળે સાજન
આવોને સખીઓ ખોલીએ,આજે અંતરના ઓરડાની યાદ
ભાતીગળ ચૂંદડી છેલ છોગાળા,ધબકે છે દિલડાનાં ઢોલ
જામી છે રમઝટ દેજો રે તાળી,મનગમતા મળ્યા છે સાદ
હાથનો લચકોને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર
આવોને સાહેલીઓ યૌવનની પાંખે,ગોતીએ દીલડાનો ચોર
આવોને સખીઓ ગરબે ઘૂમીએ, સજ્યા છે સોળ શણગાર
ઢોલ ધબૂકે ને મલકે જોબનિયું,રણઝણે ઝાંઝર ઝણકાર
નયનોના મચકાને કમ્મરના લટકા, રૂમઝૂમ રુપેરી તાલ
મુખડું મલકેને જોબન થડકે, અંગ અંગમાં રમે તલસાટ
રતુંબલ ગાલને હસે છે હોઠ, આજ વાગે છે પ્રીત્યુંના પાવા
ઘૂમેછે ચગડૉળ મનનસ આભળે, માણવા છે યૌવનના લહાવા
- રમેશ પટેલ

No comments:

Post a Comment