Pages

Thursday, December 13, 2012

કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી


કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી,
મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે!
સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે?
શમા સાથે વિરહમાં કો મુગ્ધા બળી હશે!
ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી,
સ્વપ્નમા આંખોએ બહારો રળી હશે!
પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ,
છબી તો છે હ્રદયમાં કિંતુ ધૂંધળી હશે!
ગાલિબની જેમ શબ્દનું તુ  કર બહુ જતન,
ટેરવાં થશે કલમ, ને લોહી વાદળી હશે!
પીલે  ઝેર,કર હવે મીરાને આત્મસાત,
દેહ વૃંદાવન પછી ને શ્વા્સ વાંસળી હશે!
-ગુરુદત્ત ઠક્કર.

No comments:

Post a Comment