Pages

Friday, December 21, 2012

નિર્દોષ ખ્યાલે


ઉમંગ ઉછળે આજ મનમાં કોઇના સહારે,
ભ્રમણ આજ સંગદિલનું જાણે એના સથવારે.
સમયવનના કસબી બનવાની  મથામણ,
છતાં ઉજાસ આપના ખ્યાલનો શબ્દના અજવાળે.
સ્વપ્ન ને વાસ્તવ બદલાઇ ગયા એકમેક જાણે,
જીવનમાં ઘણું વિસરાય ને સ્વપ્ન વારેવારે.
સમજાવે નિયતી બદલાવના વાસ્તવને જાણે,
છતાં મોસમ મારી હસ્તગત કોઇ મઘુર ખ્યાલે.
ક્ષણોની સાધનાને વિતરાગ પથરાવતી ક્ષણો,
છતાં નિર્દોષપળની સ્મૃતિઓ મનને સહજ બદલાવે.
-જગમાલ રામ 

પ્રેમની નિશાની


મારા આવવાથી સમીપ તારા ઉરના,
ધબકાર જો વધી જાય,
 તારા પ્રેમની નિશાની છે,
મને જોતાં  તારા અધરોનાં કિનારે,
એક સ્મિત જો છલકી જાય,
 તારા પ્રેમની નિશાની છે,
મારા સ્પર્શની અનુભૂતિ માત્રથી તારા,
નેત્રો જો ઝૂકી જાય,
 તારા પ્રેમની નિશાની છે,
વસંતના  વાયરામાં તારી ફોરમ મ્હેકતાં,
ચોતરફ ફુલો જો ખિલી જાય,
 તારા પ્રેમની નિશાની છે,
શશિ નભમાં ખિલ્યો હોય ભલે,
તને જોઇને જો છૂપી જાય,
 તારા પ્રેમની નિશાની છે,
સ્મરણોનાં છેડા નથી હોતા પ્યારમાં,
યાદ કરું તને ને જો તું આવી જાય,
 તારા પ્રેમની નિશાની છે.
-રાકેશ એચ.વાઘેલા 

જિંદગીની સફર


જિંદગીની સફરમાં હું નિત્ય ફરું છું,
વ્યથાનો ભાર લઇ નગરની શેરીઓમાં ફરું છું.
કોણ સાંભળશે  દુઃખભરી ફરિયાદ મારી,
આજ તો દિલ પર બોજ લઇ ફરું છું.
હતી પ્રતિક્ષા પ્રેમમાં તને પામવાની,
એજ પ્રેમની આગમાં દિલને બાળીને ફરું છું.
સૂકાં રણ જેમ બનતી મારી  પ્યાસ,
આજ તો ઝાંઝવાના નીર પીને ફરું છું.
બળું છું મિણબત્તીની જેમ  જિંદગીમાં,
બની પતંગો શમા પર બળ્યા કરું છું.
મને વસવસો રહી ગયો તને પામવાનો,
હવે તો દિલમાં જખમોને લઇને ફરું છું.
કોને જઇ સમજાવું,  દર્દ મારી પ્રિતના,
હવે હું  ફકીર થઇ ભમતો ફરું છું.
શોઘું છું તને આમ-તેમ, બાગોને ઉપવનમાં,
બની સ્નેહલ સ્મશાનની રાખ, આમ-તેમ ઉડ્યા કરું છું.
-હરિશ ડી.મોઢેરા