Pages

Wednesday, December 19, 2012

અમારી જાત કરતા પણ વધુ તુ વાલી લાગે છે,

અમારી જાત કરતા પણ વધુ તુ વાલી લાગે છે,
તુ ચાલી આવ વિના તારા અહી ખાલી લાગે છે,
ઘરા આખી ઠંડીને ભીની ભીની બની ગઇ છે,
ફુલો પર સ્પષ્ટ પગલા છે કે ઝાકળ ચાલી લાગે છે,
ફીદા થઇને તમારા પર ફરી મરવાની ઇછ્છા છે,
ફણાનો ફણગો ફુટયો છે કે ફાગણ ફાલી લાગે છે,
વહે છે લોહી ની ધારા અમારા હોઠથી કાયમ,
પણ અમારુ સ્મીત એવુ છે કે જગતને લાલી લાગે છે.

હાથે કરીને


પ્રેમ કરવાનો એક અટકચાળો કર્યો,
હાથે કરીને જીંદગીમાં પેદા કંટાળો કર્યો.
દસ માળના બંગલાનો ભરોસો શું?
મેં નાનકડો પંખીના જેવો માળો કર્યો.
એક નાની ભૂલ શું થૈં ગૈં અમારાથી!
કે લોકોએ તો ભાઇ મોટો હોબાળો કર્યો.
સંતોએ  કર્યો તો સાફસૂથરો પંથ,
કે દુષ્ટોએ પાછો એને કાંટાળો કર્યો.
-વિજયકુમાર જાદવ

ચુકી ગયેલ જીંદગી જીવ્યા કરી અમે,


ચુકી ગયેલ જીંદગી જીવ્યા કરી અમે,
ને શ્વાસની પહેલી  ડાળખી સીવ્યા કરી અમે.
ખાલી પડેલ બાંકડાની વેદના લઈ,
પાંપણની પાંખ રોજ  વિંઝ્યા કરી અમે.
ભુક્કો બનીને તારલા આંખોમાં કેદ છે,
આખી વિરહની રાતને પીસ્યા કરી અમે.
સપનાની સાવ કોરી મળી વાવ આંગણે,
કુવેથી ખાલી ડોલને સિંચ્યા કરી અમે.
ઉભા ઉનાળુ તાપના સુના મિજાગરા,
હાંફી રહ્યા છે શ્વાસને કિચુડ્યા કરી અમે.
આતો નગરનો કેફ છે, માણસનો વાંક શું?
એકાંત ગ્લાસમાં ભરી ઢીંચ્યા કરી અમે.
-નરેશ સોલંકી

ઈન્દુકુમાર જોષી


સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે,
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.
અંધારમાં દીશાઓ ફંફોસતી હવાને,
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.
જંગલની કેડીઓને  શી રમત સુઝી છે ?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.
વેળા વહી જશે તો શું થશે સમયનું ?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.
-ઈન્દુકુમાર જોષી

મજા નહી…


હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં,
કારણ વગર રોજમળવામાં મજા નહીં.
આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,
દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં.
સપનાઓ કો વખત હકીકત બને છે,
ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં.
ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,
આદત અજવાળાની પાડવામાં મજા નહીં.
સખી સમજાવે છે, તો સમજી લે ગઝલમાં,
દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહીં.
-પિંકલકુમાર જે. પરમાર